જાનકી

(12)
  • 2.4k
  • 868

રોજની જેમ સાંજના ૬ વાગતા જ જાનકી ધરની બહાર નીકળી ગઈ.ડાર્ક રેડ લિપસ્ટિક, ભડકાઉ મેકઅપ, ટાઇટ જીન્સ પર ટૂંકી ટીશર્ટ, બેફિકર થઇ પર્સ ઝૂલાવતી તે મોં પર બિન્દાસ ભાવ લઇ શેરીમાંથી બહાર નીકળી, ત્યારે તેના જીવને હાશ થઇ. ઘરમાંથી નિકળી શેરીમાંથી પસાર થઇ બહાર આવતાં માંડ પાચ મિનિટથી પણ ઓછો સમય થતો, પણ તે તેને ખુબ જ મુશ્કેલ લાગતો, કેમકે રોજ આજ સમયે જ્યારે તે ઘરની બહાર નીકળતી કે બીજી સ્ત્રીઓ તેને જોઇ મોં મચકોડતી. ઘરનાં કોઇ પણ પુરૂષને બહારથી હાથ પકડીને ઘરમા ખેંચી લઇ જવાતો. જોકે એ પુરૂષોની આંખોમાં