લાગણીઓ નો ખાલીપો

  • 4.5k
  • 1
  • 1.1k

લાગણીઓ નો ખાલીપો “હું અંદર આવું સાહેબ?” ડૉ. નિશીથ એ બારણાં તરફ જોયું તો કરચલીઓ થી છવાયેલી અને જીવન સંધ્યા ના આરે આવીને ઊભેલી એક કૃશકાય કાયા બારણે આવી ને ઊભી હતી. “હા, હા, કેમ નહીં? જરૂર થી આવો દાદા.” નિસિથ એ પણ આવકાર આપી દાદા ને બેસાડયાં. દાદા ની તપાસ કરી કેસ પેપર પર દવા લખી આપી અને બહાર થી દવા લઈ લેવાનું કહ્યું. “હવે દાદા આવતા અઠવાડિયે ફરીથી બતાવવા આવજો.” હસતાં મોં એ દાદા એ પણ આભાર માન્યો અને ઊભા થઈ બારણાં તરફ