પ્રતિક્ષા - 2

(23)
  • 4.4k
  • 1.8k

પ્રતિક્ષા પ્રકરણ-૨ “ઇન્ડિયન આર્મીના જવાને એકલાં હાથે કર્યો ત્રણ-ત્રણ લૂંટારોઓનો સામનો...!” બેન્કમાં થયેલી લૂંટની ઘટના વિષેની ન્યઝ કલ્લાકોમાં વાઈરલ થઈ ગઈ. ન્યૂઝ ચેનલોથી માંડીને સોશિયલ મીડિયા, યુ-ટ્યુબ, whatsapp વગેરેમાં બેન્કનાં CCTV કેમેરાંની ફૂટેજ જેમાં આર્મીના જવાન અર્જુને જે રીતે એક “હીરો”ની જેમ વીરતાપૂર્વક બે લૂંટારુઓને ઠાર કરી દીધાં એ રેકોર્ડિંગ જોઈને ચારેબાજુ તેની વાહ-વાહ થઈ રહી હતી. ઘણી ન્યૂઝ ચેનલો હવે આર્મીના એ જવાન અર્જુનસિંઘને શોધી તેનો ઇન્ટરવ્યુ લેવાં મથી રહી હતી. આ સિવાય લૂંટારુઓના ચંગુલમાંથી અર્જુને જે પ્રતિક્ષાને બચાવી હતી, તેનો ઇન્ટરવ્યુ લેવાં માટે પણ તેણીને અનેક કૉલ આવી રહ્યાં હતાં. પોલીસ સ્ટેટમેન્ટમાંથી પ્રતિક્ષાનો નંબર