સન્ ૧૯૩૦ નો સમયગાળો. સમગ્ર દેશમાં આઝાદી માટે ચળવળો ચાલી રહી હતી. અંગ્રેજો દ્વારા ભારતીયો પર દમન અને અત્યાચાર દર દિવસે વધી રહ્યા હતા. ગુજરાત પણ આમાંથી બાકાત રહ્યું ન હતું. અંગ્રેજો ના ડર થી સામાન્ય પ્રજા ઘરની બહાર નીકળતા પણ ખચકાટ અનુભવતી હતી.આ જ માહોલમાં ગુજરાતના કોઈ ગામની આ ઘટના. સાબરકાંઠા જિલ્લાના ગોરખપુર ગામની વાત. માં અને મધુ મામાના ઘરે થી પરત પોતાના ગામ જઇ રહ્યા હતા. ત્યાંથી નીકળતા મોડું થઈ ગયું પણ ઘરે પહોંચવું પડે એમ હતું કારણકે સવારમાં મધુને શાળાએ પરીક્ષા આપવા જવાનું હતું.ગામ બવ