લેખ:- તુલસી વિશે માહિતીલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીવૃન્દાયૈ તુલસીદેવ્યૈ પ્રિયાયૈ કેશવસ્ય ચ |કૃષૃણભક્તિપ્રદે દેવિ, સત્યવત્યૈ નમો નમઃ ||આપણાં હિંદુ ધર્મમાં તુલસી માત્ર એક છોડ નહીં પરંતુ એક પૂજનીય માતા તરીકે ગણાય છે. આખા વિશ્વમાં તુલસીનો છોડ ઔષધીય મહત્ત્વ ધરાવે છે. તે લેમીઅસી કુળની સુવાસિત વનસ્પતિ છે. તેની ડાળીઓ રૂંવાટીવાળી હોય છે. તેનાં પાન સામસામે ઉગે છે અને તેમાંથી સરસ સુગંધ આવે છે. તેમનાં પાનની કિનારી પર નાના નાના ખાંચા હોય છે. છોડ પર નાના નાના જાંબલી રંગનાં ફૂલ આવે છે. આમ તો તુલસીની ઘણી જાતો છે, પણ ભારતમાં મુખ્યત્વે બે પ્રકારની તુલસી વધુ જોવા મળે છે - લીલા પાંદડાવાળી રામ