પાર્ટ 25 અચાનક રૂમમાં ધુમાડો આવવા લાગ્યો હતો. કોઈ કાંઈ સમજે તે પહેલાં ધુમાડો પુરા રૂમમાં વ્યાપી ગયો હતો. બધા ઉધરસ ખાવા લાગ્યા હતા. કોઈને કશું સમજમા આવતું ન હતુ. નમ્ય, નવ્યા, સમીર અને નૂરનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. તે ચારેય ઉધરસ ખાઈ રહ્યા હતા. કોઈને બહાર જવાનો રસ્તો મળતો ન હતો. કોઈ એ અંદર આવીને નવ્યા ને બહાર તરફ ખેંચી. નવ્યા બહાર જતી હતી તેવું તે ત્રણેય ને લાગી રહ્યું હતુ. થોડીવાર બાદ સમીરે નૂરને રૂમની બહાર નીકાળી. સમીરની હાલત ખરાબ હતી. પણ નૂર બેહોશ થઈ ગઈ હતી. નમ્ય ત્યાર બાદ ઉધરસ ખાતો