વનપરી

(14)
  • 4.6k
  • 1
  • 1.1k

વિશાળ વડદાદાની બખોલમાં બેઠેલી પારિજાત પોતાના સપનાને કોસી રહી હતી. નાનપણથી જ એ પોતાને વનપરી માનતી અને ફૂલોનો મુગટ, ફૂલોના ઘરેણાં પહેરવા એને ખૂબજ ગમતાં. એના પિતા જ્યારે પણ ક્યાં ફરવા જવું છે એમ પૂછતાં ત્યારે પારિજાત ફ્ટ દઈને એકજ જવાબ આપતી જંગલમાં. નામ પ્રમાણે જ ખૂબ જ નાજુક નમણી હતી પારિજાત .ખૂબ જ માસૂમ ચહેરો, લાંબા લીસા ઝાડની ઘટા જેવા વાળ. હરણી જેવી આંખો,સુરખાબ સરખી ગ્રીવા , સસલાં જેવી ભોળી પારિજાતનું ગાતા ગાતોળ જેવું હાસ્ય સાંભળીને જાણે જંગલ જીંવત થતું હોય એવું લાગે. ઉંમર થતાં એના પિતાએ એના માટે યોગ્ય જીવનસાથી શોધવાની શરૂઆત કરી. ઘણા યુવકો