તારાઓનો જન્મ

  • 4k
  • 1
  • 1.4k

કોઈ સ્વચ્છ અંધારી રાત્રીએ જ્યારે આપણે આકાશમાં નજર કર્યે તો આપણને આકાશમાં ઘણાં બધાં તારાઓ જોવા મળે છે. ધ્યાનથી જોવામાં આવે તો આ બધાં તારાઓ તેમની તેજસ્વીતા,રંગ વગેરે જેવી અનેક બાબતો માં ઘણીબધી વિવિધતાં ધરાવે છે. આ તારા આદિકાળથી મનુષ્યને આકર્ષિત કરતાં રહ્યાં છે પરંતુ આજથી બે એક સદી પહેલાંની વાત કરવામાં આવે તો તારાઓ અંગેનું આપણું જ્ઞાન ખૂબજ મર્યાદિત હતું પરંતુ વિજ્ઞાન અને ખાસ કરીને ખગોળશાસ્ત્રની આપણી સમજનાં વિકાસ અને વિવિધ પ્રકારનાં ટેલિસ્કોપ્સનાં ઉદ્ભવ અને ઉપયોગ દ્વારા આજે તારાઓ અંગેની આપણી જાણકારીમાં ઘણો વધારો થયો છે.આજે આપણે જાણી શક્યા છે કે તારોઓ પણ મનુષ્ય અને પ્રાણીઓની જેમ જ જન્મે