સિકંદર વિજેતા હતો. એ એના લગભગ દરેક અભિયાનમાં સફળ થયો હતો. ઘણા લોકો સિકંદરની પ્રશંસા કરતા અને ઘણા ખુશામત પણ કરતા. મોટાભાગના લોકો સિકંદરની માનસિક સજ્જતા, વિચારશીલતા, લડાયક જુસ્સો અને વ્યૂહરચનાની દાદ દેતા. સિકંદર એ બધું ચૂપચાપ સાંભળી લેતો. પરંતુ એથી ફુલાઇ જતો નહોતો. એને પોતાના વિજેતાપદનું ગૌરવ જરૂર હતું, પરંતુ એને એ વાતનો પણ પૂરેપૂરો અહેસાસ હતો કે એની સફળતા માત્ર એની પોતાની નહોતી, બલકે એમાં અનેક લોકો ભાગીદાર હતા. એ પોતાના દરેક વિજયનો ઉત્સવ ઊજવતો અને એમાં પોતાના દરબારીઓ, સલાહકારો, સેનાપતિઓ અને સૈનિકોને પણ સામેલ કરતો. આ દરેકની ભૂમિકાને એ ખુલ્લાદિલે બિરદાવતો. કદાચ સિકંદરની વારંવારની