એક પૂનમની રાત - પ્રકરણ-9

(128)
  • 8.2k
  • 4
  • 5.6k

એક પૂનમની રાત પ્રકરણ-9 પિતા વિક્રમસિહની પરમીશન મળી ગઇ હતી દેવાંશ ફોન મૂકીને પછી ઊંડા વિચારોમાં પડી ગયો. એક અનોખી ખુશી એનામાં છવાઇ ગઇ હતી. એનાં રૂવાડાં ઉભા થઇ ગયાં હતાં એને કંઇક અનોખું રહસ્યમય અને સાહસીક કાર્ય કરવાનો થનગનાટ હતો. દેવાંશે સિદ્ધાર્થ અંકલને કહ્યું અંકલ ચલો બધી બાજુથી પરમીશન અને આશીર્વાદ મળી ચૂક્યાં છે ચાલો નીકળીએ. સિધ્ધાર્થે કહ્યું હાં થોડીવારમાં નીકળીએ છીએ. સિધ્ધાર્થે એનાં બહાદુર કોન્સ્ટેબલને કહ્યું ચાલો જવાની તૈયારી કરો સાથે થરમોસમાં ચા, ઠંડુ પાણી, હથિયાર, ટોર્ચ, થોડોક નાસ્તો બધુ સાથે લઇ લો અને ખાસ યાદ કરીને ફ્રસ્ટેઈડ અને દવાની કીટ સાથે લો કંઇ પણ જરૂર પડે આપણને કોઇ