"આસ્તિક"અધ્યાય-21 ભગવન જરાત્કારુનાં આદેશ પ્રમાણે આસ્તિક અને ઋષિપુત્ર બંન્ને જણાં હવનયજ્ઞની જગ્યાએ અગ્નિશાળામાં ગાયનાં છાણ મૂત્રથી ભૂમિને પવિત્ર કરીને લેપન કરવાનું ચાલુ કરી દીધું બંન્ને જણામા ખૂબ ઉત્સાહ હતો. આવનારાં દિવસોમાં અહીં મોટો હવનયજ્ઞન થવાનો હતો. એ પછી બધી હવનસામગ્રી પણ એકઠી કરીને નજીક મૂકવાની ચાલુ કરી. માતા જરાત્કારુ બધુ જોઇ રહેલાં. એમને આનંદ આવી રહેલો છતાં હૃદયનાં કોઇ અગમ્ય સંવેદના થઇ રહી હતી. એમને સમજાતું નહોતું કે આ આનંદનાં એહસાસ વચ્ચે આવી બીજી અગમ્ય સંવેદના શેની છે જે મને ઊંડે ઊડે આહત કરી રહી છે. એમની આંખો ભીંજાઇ ગઇ અને ભગવન જરાત્કારુની સામે જોઇને પ્રશ્ન કર્યો. સ્વામી આટલાં આનંદના