વસ્ત્રોની પસંદગી અને પસંદગીના વસ્ત્રો – દિવ્યેશ ત્રિવેદી

  • 4k
  • 1
  • 1.5k

મહાન સિકંદરનાં કલાકારે દોરેલાં અનેક ચિત્રો જોવામાં ક્યાંક આવ્યા હશે. કલાકારોએ હંમેશાં સિકંદરને સેનાપતિને છાજે એવા બખ્તર-બંધ પહેરવેશમાં જ રજૂ કર્યો છે. સિકંદરની ધોતિયા-ઝભ્ભામાં કે પેન્ટ-બુશર્ટમાં કદી કલ્પના કરી છે? ખરેખર તો આવી કલ્પના કરવાનું પણ અઘરું લાગે છે. એનું કારણ એ છે કે સિકંદરનો પોશાક એની ઓળખાણનું એક અવિભાજ્ય અંગ છે. એટલે જ એમ કહી શકાય કે વસ્ત્ર પસંદગીનું સફળ માણસના જીવનમાં આગવું મહત્વ છે. ઘણા લોકો કહેતા હોય છે કે સરવાળે તો માણસનું ચારિત્ર્ય, એની આવડત, એનો સ્વભાવ અને એની સમજદારીનું જ મહત્વ છે. વાત પૂરેપૂરી ખોટી નથી, પરંતુ એથી વસ્ત્રોનું મહત્વ ઘટી જતું