ગાત્રો શિથિલ તો કર્મ શિથિલ! – દિવ્યેશ ત્રિવેદી

  • 3.7k
  • 962

સિકંદર જેવા સફળ માણસો માટે એમનું શરીર એક બહુ મોટી અસ્ક્યામત બની રહેતું જોવા મળ્યું છે. સુખી અને આનંદદાયક જીવન જીવવા માટે શરીર કદાચ સૌથી વધુ મહત્વનું છે. શારીરિક રીતે સ્વસ્થ અને તંદુરસ્ત વ્યક્તિ ખાવા-પીવાનું અને મજાની ઊંઘનું સુખ સહેલાઈથી પામી શકે છે. એ ઉપરાંત સ્વસ્થ શરીર હોય તે કામ પણ સારી રીતે કરી શકે છે અને પરિસ્થિતિ તથા પર્યાવરણની પ્રતિકૂળતાઓનો પણ સારી રીતે સામનો કરી શકે છે. એનો અર્થ એ નથી કે શરીર સ્વસ્થ અને તંદુરસ્ત હોય એ જ સફળ થઈ શકે છે. જો એવું જ હોત તો બધા જ પહેલવાનો અને હટ્ટાકટ્ટા માણસો સફળ