એક ચુટકી સિંદૂર કી કિંમત - 24

(46)
  • 3.5k
  • 1
  • 1.4k

પ્રકરણ- ચોવીસમું/૨૪ બ્રેકફાસ્ટ પૂરું કર્યા પછી ઊંભા થતાં મિલિન્દ બોલ્યો...‘મારા સ્વભાવગત વિચારો શેર કરી, મારે કશું કહેવું છે.’ ‘હા.. હા.. બોલ દીકરા.’ જશવંતલાલ બોલ્યાં..‘લગ્ન, આપણા સમાજ અને સંસારિક જીવનના પાયાની એક અનિવાર્ય પારમ્પરિક પ્રમાણિત પ્રથા છે, છતાં’યે તેના વિશે મેં આજ દિન સુધી વિચાર સુદ્ધાં નહતો કર્યો, ન કરવાનું કારણ અસ્થિર અર્થવ્યવસ્થા. જીવનને માણવા કરતાં જવાબદારીનું ભારણ વધુ હતું. અને મારી પ્રાથમિક ફરજ પણ. પણ જયારે આજે કુદરતની અકળ લીલાએ ફરજના ફલક સામે બાથ ભીડવા ઈશ્વરીય સંકેત સાથે આપ વડીલોના આશિર્વાદનો અભિલાષીનો અધિકારી બન્યો છું, છતાં હું મારી ઓળખ ગુમાવવા નથી માંગતો.હું આર્થિકશક્તિ પ્રદર્શનનો વિરોધી છું. અને જો આપની આજ્ઞા