એક ચુટકી સિંદૂર કી કિંમત - 20

(50)
  • 3.4k
  • 2
  • 1.3k

પ્રકરણ- વીસમું/૨૦કેશવનું ગર્ભિત વિધાન સાંભળી, અચરજ સાથે ચિત્રાએ પૂછ્યું,‘ક્યા આધારે કહો છો, કેશવ ભાઈ ? આગ, રમત અને મમતના શબ્દાર્થનો ભેદ સમજાવશો ? વૃંદાના અનુરાગના ગણિતમાં કોઈ ભૂલ-ચૂક તો નથી ને ? અને આ તો સગપણની શરૂઆત પહેલાં જ સોનામાં સુગંધ ભળી ગઈ છે, તો હવે કોઈપણ ‘અટકળ’ નો અંદાજ અસ્થાને છે.ચિત્રાના સવાલનો સચોટ જવાબ આપતાં કેશવ બોલ્યો... ‘સોનામાં સુગંધ નહીં, પણ સુગંધમાં સોનું ભળ્યું હોય એથી પણ ઉત્તમ અહોભાગ્યની વાત છે. માત્ર મિલિન્દ નહીં, કોઈને સ્વપ્ને પણ ન સ્ફુરે કે, વૃંદા મેડમ જેવી વ્યક્તિ મિલિન્દની જીવનસંગની બની શકે ? રૂબરૂ સાંભળ્યા પછી પણ હજુ મને આ વાત દિવાસ્વપ્ન જેવી લાગે