પ્રકરણ-અગિયારમું/૧૧આ વાક્ય સાંભળીને મિલિન્દ બોલ્યો...‘અરે..યાર હવે તો ફરી ચા પીવી પડશે.’ આ સાંભળી કેશવે હસતાં હસતાં પૂછ્યું ‘કેમ, દિમાગમાં શોર્ટ સર્કિટ થઇ ગઈ ? એમ કહી પેલા ફકીરને પૂછ્યું,‘અરે બાબા તુમ કયું ખડે હો ગયે ?’‘બસ, તુમ્હારી ચાય નસીબ મેં થી તો પીલી. અબ ફિર કભી ભોલેનાથ કા આદેશ હુઆ ઔર ઇસ તરફ આઉંગા, તો જરર મિલેંગે.’‘અરે બાબા ઠહેરો એક મિનીટ.’ એમ કહી કેશવ રેસ્ટોરન્ટના કાઉંટર પર જઈ એક લંચ પાર્સલ પેક કરવાનો ઓર્ડર આપ્યા પછી ફકીરને કહ્યું,‘બાબા વહાં સે આપકે ખાને કા પાર્સલ લે લો.’ ફકીર ગયો એટલે કેશવે મિલિન્દને પૂછ્યું.‘હવે મને એ કહે તો કે બાબા એ જયારે લડકીનું નામ