એક ચુટકી સિંદૂર કી કિંમત - 2

(60)
  • 5.1k
  • 2
  • 2.2k

પ્રકરણ-બીજું/૨વૃંદા સંઘવી.સાવ કોરી પાટી અને સીધી લીટી જેવું વૃંદાનું જીવતર અને ઘડતર. છળ-કપટ, ષડ્યંત્ર, લુચ્ચાઈ, લઇ લેવું, પડાવી લેવું આવી કોઈપણ વૃતિથી તે બિલકુલ અજાણ. નરી આંખે જોઈ શકાય એવી ઊઘાડી કિતાબ જેવા નિર્મળ સ્વચ્છ પાણી જેવા વૃંદાના વાણી,વર્તન અને વિચારો. તેના મોજ શોખ ખુબ જ માર્યાદિત. આમ કહો તો નહીંવત જ કહી શકાય. એક સંગીત અને સાહિત્યના સાનિધ્યમાં તે સમય અને સ્થળનું ભાન પણ ભૂલી જતી. સંગીત તેનો શ્વાસ અને સાહિત્ય તેના ધબકારા. કયારેક તો એટલી તન્મય થઈ જતી કે લંચ કે ડીનરનો ટાઈમ સ્કીપ થઇ જતો છત્તા તેનું ભાન સુદ્ધાં નહતું રહેતું. થોડી અંતર્મુખી પણ ખરી. ભાગ્યેજ કોઈની