પ્લાસ્ટિકનો સંબંધ

  • 3.7k
  • 824

પ્લાસ્ટિકનો સંબંધ...!! ""વન યુઝ પ્લાસ્ટિક પર સરકારે પ્રતિબંધ મુક્યો. ખરેખર પ્લાસ્ટિક પૃથ્વીનો મોટો દુશ્મન છે. આપણા રોજિંદા જીવનને આરામદાયક બનાવવામાં પ્લાસ્ટિકનો મોટો ફાળો છે. પ્લાસ્ટિક મજબૂત એટલું જ હળવું. જેટલું પારદર્શક એટલું જ અતૂટ.. પણ શું કામનું જે આપણા જીવન માટે હાનિકારક હોય એનો ઉપયોગ મર્યાદિત જ કરવો જોઈએ. ધન્યવાદ"' તાળીઓના ગડગડાટ સાથે સ્ટેજ ઉપરથી ઉતરતા પ્રોફેસર પાઠક જાણે કોઈ મોટા હોદ્દેદાર હોય એવો એમનો રુઆબ . એમની પ્રેરણાત્મક વાતો દરેક નાના મોટા પ્રસંગમાં કોલેજ દ્વારા આયોજિત હોય જ..સભાખંડનો દરેક વિદ્યાર્થી એની વાતો અને એમની શૈલીથી પ્રભાવિત હતો, સિવાય કે 'એ'...!!!!છતાં પણ જાણે સૌથી 'એ 'વધુ ખુશ હોય એમ સીટ