તાણ એટલે લાગણીનો ચકરાવો - દિવ્યેશ ત્રિવેદી

  • 5.7k
  • 1
  • 1.9k

સિકંદર એવું માનતો હતો કે આ જગતની કોઈ સમસ્યા એવી નથી, જેનો ઉકેલ ન હોય. સમસ્યા હોય ત્યાં ઉકેલ પણ હોય જ. ક્યારેક ઉકેલ ન જડે એવું બને, પરંતુ જેની આપણને ખબર ન હોય એનું અસ્તિત્વ જ નથી એમ માની લઈએ ત્યારે જ ભૂલ થતી હોય છે. કાર્લ રોજર્સ નામનો મનોવિજ્ઞાની તો એમ કહેતો હતો કે માણસ પ્રયત્ન કરે તો પોતાની સમસ્યાનું મૂળ પોતે જ શોધી શકે છે અને એનો ઉકેલ પણ એને પોતાની પાસેથી જ મળે છે. માનસિક તાણ પણ આવી જ એક સમસ્યા છે. માનસિક તાણ માટેનાં કારણો ભલે બહાર દેખાતાં હોય, પરંતુ ખરેખર તો એ આપણી