અતીત

(18)
  • 2.9k
  • 962

ભીડ ઘણી હતી, જ્યાં જૂઓ ત્યાં જનમેદની જ ઉભરાતી હતી. રાતની એ વેળા પરથી જણાય જ નહિ કે રાતના અગિયાર વાગી ગયા હશે, સવાર જેવી સ્ફૂર્તિ જણાઈ રહી હતી! ઠંડીનો માહોલ પણ એ મેળવલામાં ગરમી છવાઈ હતી...એવી ગરમી જે કઈક નવું જોવાની, નવા વર્ષના આગમાંનની રાહ જોવાની, ખાણીપીણીના પ્રસંગની, દોસ્તોની ટોળીઓની, સામૂહિક સહકારનો! કાંકરિયા કાર્નિવલ એટલે અમદાવાદીઓનું ક્રિસમસ સેલબ્રેશન કરતાં અમદાવાદનો અસલી રંગ જોવાનો મોકો! પૂરા ગુજરાતના નજરાણા જોવા માટેનો એક એવો પ્રસંગ જ્યાં પાંચ દિવસ પણ ઓછા પડી જાય! એવી ચિક્કાર ભીડમાં સુરભિ સૌરભ સાથે અચાનક ટકરાઈ ગઈ, એ ટક્કર એવી થઈ ગઈ