પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૪૧

(55)
  • 5.1k
  • 5
  • 2.7k

જીનલ ના બેહોશ થવાથી ડૉક્ટર સાહેબે ફરી તેની તપાસ શરૂ કરી. પેલા આંખોની પછી ધબકારા માપ્યા. તેને બધું બરાબર લાગ્યું પણ નર્સ ને તેની ભાષામાં એક ઇન્જેક્શન લાવીને જીનલ ને આપવા કહ્યું. ડોકટર ના કહેવાથી નર્સ ઇન્જેક્શન લાવીને જીનલ ને આપ્યું. ત્યાં થોડી વારમાં જીનલ હોશમાં આવી ગઈ.જીનલે ફરી આંખો ખોલી ને બધું જોઈ રહી પણ તે કઈજ બોલી નહિ. જીનલ ને બધું યાદ આવી ગયું હતું. તે કોણ છે અને અહી કેમ હોસ્પિટલમાં છે એ બધું જ. પણ એ ખબર હતી નહિ કે તે કેટલા દિવસ થી હોસ્પિટલમાં હતી. આટલા દિવસ કોમા માં રહેવાથી તેનુ મગજ એકદમ શાંત બની