નવી સ્કૂલ

  • 1.7k
  • 542

"પપ્પા, પપ્પા, થોડા દિવસમાં હું સ્કૂલ જઈશ!"જેમ સુરેશે ઘરમાં પગ મુક્યો, દસ વર્ષની મીરા એને વળગી પડી."હું પણ સ્કૂલ જવાનો છું!"સાત વર્ષના રાજુએ પલંગ પરથી બુંમ પાડી.બચ્ચાઓની ખુશી જોઈને મારા મોઢે પણ સ્મિત આવી ગયું.મેં સુરેશના હાથમાંથી ટિફિન લેતા મીરાને કહ્યું,"પહેલા પપ્પાને હાથ મોઢું ધોઈ લેવા દે, પછી વાત કરીશું. જા પપ્પા માટે પાણી લઈ આવ."આખો દિવસ કડીયાનું કામ કરીને સુરેશ માટી અને પસીનામાં રેબજેબ હોય છે અને ખૂબ થાકી પણ જાય છે. ઘરે આવતા એને બોલવાના હોશ નથી રહેતા. અમારા એક રૂમના ઘરના ખોણામાં જે નાનકડી મોરી બનાવેલી છે, ત્યાં સુરેશે હાથ મોઢું ધોયું અને જમવા આવી ગયો. થાળી