આજ અચાનક મને નિંદર ઉપર લખવાનું મન થયું એ પણ એટલે કે રાતના બાર વાગ્યા છે પણ નિંદર નથી આવતી . નિંદર રોજિંદી અને સહજ ક્રિયા છે એટલે કદાચ આપણને વિચાર નહીં આવતો હોય કે નિંદર કેટલી અદ્ભુત વસ્તુ છે . કાં પછી જે લોકો નિંદરની અલૌકિકતા જાણી ગયા હશે એ લોકો એ નિંદર બગાડીને એના વીશે લખવાનું વ્યાજબી નહીં સમજ્યું હોય . બાકી માણસની ઉપાધિના મશીન આટલી ઘડી બંધ રે એ કાંઈ જેવી તેવી વાત છે...? એ સારું છે કે નિંદર કરતી વખતે શરીરના મશીન બંધ નથી પડી જાતાં બાકી પછી નિંદર જ કરવાની