પ્રેમ વિચારોનો.... - 5

  • 2.6k
  • 1
  • 988

(ગતાંકથી ચાલુ. ઓજસ લખે છે)કેમ છો? મજામાં ને? આમ પૂછવાનું j રહી જાય છે...પણ તમે મોજમાં જ હસો એવું લાગે... સાચી છું ને?આ તો તમારો મનપસંદ વિષય નહિ?મારો પણ ગમતો વિષય તો છે.....પુસ્તક..... મારો પહેલો પરિચય થયો પુસ્તક સાથે નાની બાળવાર્તા ની નાની નાની ચોપડીઓથી..કેવી મજા આવતી પરી ની વાર્તાઓ વાંચવાની, જાણે બાળપણને પાંખો આવી જાય...પુસ્તકો ને કારણે અવનવી કલ્પના કરવાની અને તેમાં રાચવાની મજા.. ઓહોહો ત્યારનું જાણે પરમ સુખ...એક નવી જ દુનિયા ખુલી જાય આપણી અને પુસ્તકોની....મને પણ વાંચવું ગમે..નિરાતે... ગમતું વારંવાર વાંચવું....હમણાં તો ઓશો ને વાંચું.મજા આવે નવિન દૃષ્ટિએ વિચારવાની...એક ખાસ વિષય પર નહિ બસ હ્રદય જોડાવું જોઈએ