પ્રેમ વિચારોનો.... - 2

  • 2.4k
  • 1
  • 1.2k

ઓજસજી, ખુબ સુંદર નામ ...આવું જ હૃદયસ્પર્શી નામ અપેક્ષિત હતું. શબ્દનો જાદુ નથી એ તો આપણી મિત્રતા શબ્દોનું સાયુજ્ય સાધે છે. હું તમારી જેમ બહુ આપણા સંબંધો ના રહસ્ય વિશે વિચારતો જ નથી, પણ તમારાં સાથેની મિત્રતા આનંદ આપે છે આવતીકાલે ખબર નથી, અને ગઈકાલ સુધી આપણે તો પરિચય પણ નહોતો. ઈશ્વરીય સંકેત હોઈ શકે પણ ખબર નહીં તમારી સાથેની મિત્રતા નવી ઊર્જા આપે છે અપેક્ષા રહિત ઉષ્મા શબ્દોની અને શાંતિની... સાથે રહેજો શબ્દોના સથવારે.... એ જ આસવ.....આસવજી,