સંબંધ કે સ્વમાન??

(21)
  • 5k
  • 1
  • 1.1k

વિદિશા આજે ખૂબ જ ખુશ હતી.આજે તેણે વિરાજ સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા. આજે તે પોતાના સપનાઓના મહેલમાં એટલે કે પોતાના સાસરે આવી. વિદિશા એક કંપનીમાં નોકરી કરતી હતી. દેખાવમાં સાવ સામાન્ય કહી શકાય તેવી પણ હૃદયથી એકદમ સુંદર હતી. તે એકદમ નિખાલસ હતી. તેની આંખોમાંથી નરી નિર્દોષતા નીતરતી હતી.વિરાજ દેખાવમાં વિદિશા કરતા વધુ હેન્ડસમ લાગતો હતો. પોતાના સામાન્ય દેખાવ છતાં પણ વિરાજે પોતાને પસંદ કરી એ માટે તેને વિરાજ પર ખૂબ જ પ્રેમ અને માન હતું. લગ્ન પછી બંને એકબીજા સાથે પૂરતો સમય વિતાવી શકે માટે બંને એ અગાઉ જ લિવ લઈ લીધી હતી.