રક્ત ચરિત્ર - 12

(24)
  • 4k
  • 1
  • 1.7k

૧૨ રતન ને ફાળ પડી કે નીરજ એ તેની બધી વાત સાંભળી તો નહીં હોય ને. "હા રતન તું મને પ્રેમ કરવા લાગી છે અને હું પણ તને એટલો જ પ્રેમ કરું છું." નીરજ ઊંઘ માં બોલી રહ્યો હતો, રતન ને હાશ થઈ. એ હળવેકથી ઉઠી અને દરવાજો ખોલી ધીમે પગલે ઓરડા ની બહાર નીકળી, જરાય અવાજ ન થાય એમ ધીમે ધીમે એ હવેલી ની બહાર જવા આગળ વધી. "ક્યાં જાય છે રતન?" રતન ના પગ ત્યાં જ ખોડાઈ ગયા, એના દિલના ધબકારા વધી ગયા હતા. તેણીએ પાછળ ફરીને જોયું; તેની આશંકા સાચી નીકળી, એ સાંજ જ હતી. "બેન બા....