મનની શક્તિનાં અતલ ઊંડાણ – દિવ્યેશ ત્રિવેદી

  • 5.6k
  • 1
  • 2.5k

વિશ્વવિજેતા સિકંદરની સફળતા માટે એની શારીરિક તાકાત ક્દાચ કંઈક અંશે જવાબદાર હશે. પરંતુ માત્ર શારીરિક બળથી કદી વિજેતા બની શકાતું નથી. ગમે એટલી શારીરિક તાકાત કળ અને માનસિક સ્ફૂર્તિ વિના અધૂરી છે. માત્ર પાશવી શારીરિક તાકાત ધરાવતી વ્યક્તિને પણ કરાટે, કૂંગફૂ કે ટેકવાન ડો જેવી કળામાં નિષ્ણાત વ્યક્તિ પેલા કરતાં અડધી શારીરિક તાકાત હોય તો પણ મહાત કરી શકે છે. કેવળ શારીરિક તાકાત તો પશુમાં પણ હોય છે. એટલે શારીરિક તાકાતને જ્યાં સુધી માનસિક તાકાત અને માનસિક સ્ફૂર્તિનો સાથ ન મળે ત્યાં સુધી એની અસર અધૂરી રહે છે. એટલે જ બળ અને કળનો સમન્વય કરવો પડે છે.