જર્સી

  • 4k
  • 1.4k

સવાર કુમળો શિયાળો અને કડકડતી ઠંડીના સમન્વય વચ્ચે ૮૦ વર્ષના નાનુંદાદુ રોડના કિનારે ફૂટપાથ પર બેસીને બુટ સીવવાનું અને બુટ પોલીસનું કામ કરી રહ્યા છે ઠંડો પવન હાડકાં ને અથડાઇને પાછો વરે છે ને કરચલીવાળી કુણી ચામડીને થથરાવી રહ્યો છે, ગરીબાઈ એ રીતે વિંટળાઈ છે આ ડોસાને કે ઠંડી એને ઠુઠવી નાખે.ગાડીઓની દોડધામ અને ઘોંઘાટ વચ્ચે શહેર ઉઠી રહ્યું છે એવામાં એક બ્લેક કલરની મર્સિડીઝ ઉભી રહી. ઉતાવળે બ્રેક લાગી અને એક સરસ મજાના આકર્ષક બ્લેક કલરના રેમન્ડસૂટ અને વાઇટ કોલર શર્ટ તથા વાદળી ટાઈથી થી સજ ભરાવદાર ને ભરપુર મહેકનો મોંઘાઈ વર્ણવે એવી ખુશ્બુનો પર્ફ્યુમ તથા ઓછામાં ઓછા ૫૦,૦૦૦ની