સત્તાની ભૂખ - 2

(51)
  • 4.6k
  • 1
  • 1.5k

ધૈર્યા વિજયની પત્ની સીમા સાથે પણ સારી રીતે ભળી ગઈ હતી. વિજયની પત્ની સ્વભાવે મીઠાં બોલી અને દેખાવે આકર્ષક હતી. એ વિજયની ઉંમરથી લગભગ અડધી ઉંમરની લાગતી હતી. ધૈર્યા ધીરે-ધીરે રાજનીતિની બધી જ રમતોને જાણી અને સમજી રહી હતી.પાર્ટીની અંદર જ્યાં-જ્યાં ગેરકાનૂની કામ થતું હતું ત્યાં ધૈર્યા અવાજ ઉઠાવતી અને વિરોધ પણ કરતી, પરંતુ ધૈર્યાને હંમેશા અવગણવામાં આવતી. આખરે કંટાળીને ધૈર્યા એકવાર આની ફરિયાદ વિજય પાસે લઈને ગઈ. "આ પાર્ટીમાં કેટલી હદ સુધીનાં ગેરકાનૂની કામ થાય છે એ તમને ખબર છે?!" ધૈર્યા ફરિયાદનાં સ્વરે બોલી."મિસ, ધૈર્યા મેઘવાલ તમારે રાજનીતિમાં