રક્ત ચરિત્ર - 11

(25)
  • 4.4k
  • 1
  • 1.8k

૧૧ "તું સાંજ ને મિસ કરે છે ને?" શાંતિ એ સૂરજ ને ઉદાસ જોઈ ને પુછ્યુ. "એ મને પ્રેમ નથી કરતી શાંતિબેન એ મને જરાય પ્રેમ નથી કરતી, ઊંડે ઊંડે એક આશ હતી કે એ મને પ્રેમ કરતી હશે પણ એ તો....." સૂરજ શાંતિ ને વળગી ને રડી પડ્યો. "બધું ઠીક થઈ જશે તું ચિંતા ન કર." શાંતિ એ તેની પીઠ પસવારતા કહ્યું. "કંઈ જ ઠીક નઈ થાય, હું આજ પછી ક્યારેય સાંજ સાથે વાત નહીં કરું. હવે મને એ છોકરી સાથે કોઈ જ સંબંધ નથી, હું એને નથી ઓળખતો." સૂરજ એ તેના ઓરડા માં જઈ દરવાજો બંધ કરી દીધો.