સોનેરી સંધ્યાની ખીલેલી સાંજે એ એની અગાશીમાં ઊભી હતી જ્યારે પહેલીવાર મેં એને જોઈ હતી લહેરાતાવાળની લટોને સરખી કરતી કરતી ત્રાંસી નજરે એ પણ મને જોઈ રહી હતી બે દિવસ પહેલાં જ સામેની અગાશીમાં કોઈ આંગતૂકની હાજર નોંધાઈ ને મને જાણ થઈ કે નવો પરિચય કેળવવાનો સમય આવ્યો છે. મારી પડોશમાં એક નવો પરિવાર રહેવા આવ્યો હતો. નવા ઘરમાં આવેલ બાકી બીજા બધાનો પરિચય તો થઈ ગયો હતો. બસ સોનેરી સાંજે ખીલેલી એ સંધ્યાનો પરિચય હજુ થયો ન હતો. હું મારી પંદર વષઁની ઉંમર કરતાં વહેલો જ થોડો સમજદાર થઈ ગયો હતો. શું કરીએ સમયએ ઘડ્યો જ એવો હતો કે બંદા