હું ઘરે આવીને સૌથી પહેલા મારી અધૂરી નવલકથા પૂર્ણ કરવાનું કામ શરૂ કર્યું. મેં આજે નવલકથા લખવાની એક નવી રીત જાણી હતી. મેં આશરે બે થી ત્રણ કલાક જેટલો સમય નવલકથા પાછળ વાપર્યો. પણ મને હજી કોઈ સંતોષકારક અસર દેખાતી ન હતી. પણ મેં નવ્યા ની રીત નો ઉપયોગ કરવાનું શરૂ રાખ્યું. આખરે હું જ્યારે કંટાળ્યો ત્યારે મેં નવલકથા લખવાનું છોડી આરામ માટે બેડ પર પડ્યો. બેડ પર પડતાની સાથે જ મને નિંદર આવી. હું ઉઠ્યો ત્યાં સવાર પડી ગયું હતું. સાત થવા આવી ગયા હતા. અમારી કોલેજનો સમય હતો આઠ વાગ્યાનો. હું ઝટપટ