સ્ત્રી સંઘર્ષ... ભાગ 6

(18)
  • 4k
  • 1
  • 2.1k

" જુઓ , રજીવભાઇ જેમ જુદા જુદા શારીરિક રોગ હોય છે તેમ માનસિક રોગ પણ હોઈ શકે. એક સામાન્ય વ્યક્તિ તરીકે આપણી કદાચ માનસિક રોગ પ્રત્યે જુદી જ વિચારધારા છે પરંતુ એક ડોક્ટર તરીકે હું તમને એ સલાહ આપી શકું કે જો ઝડપથી તેમને કોઈ માનસિક ચિકિત્સક પાસે લઈ જવામાં આવશે તો તેમની બીમારીનું નિદાન થશે." પણ" રેખાને થયું છે શું ? અને તમે એ ક્યા આધારે કહી શકો કે તેને કોઈ માનસિક બીમારી છે ? શું તે પાગલ...." રાજીવે અચંબિત્તા સાથે પૂછ્યું. અરે, ના.. ના.. રેખાબેન પાગલ નથી પરંતુ હા પોતાની દીકરી પ્રત્યે તેઓ થોડા ઉત્કૃષ્ટ બની ગયા છે.