એક સો પાત્રીસ રૂપિયા

(18)
  • 4.8k
  • 1.3k

નાનકડી કેબિન! લોકડાઉનમાં ન બરાબર ગરાકી! અઢારેક વર્ષનો કુપોષિત છોકરો આ ખખડધજ કિટલી ચલાવતો હતો! એડીડાસના ફસ્ટ કોપી બનાવટ વાળી ટ્રેક પેન્ટનું નીચેથી એક પાઈનચું ગુડા સુધી એક તેનાથી થોડો નીચે વાળેલું હતું. ગુલાબી રંગનો ટી-શર્ટ તેનો મેલના કારણે તેનો મૂળ રંગ ખોરવી કોઈ નવા રંગે જ રંગાઈ ગયો હતો. આછી ફૂટેલી મુંછો, ગરી ગયેલા ગાલ, હોઠો પર પાન-મસાલાના આછા ડાઘ! ભલે રાશનકાર્ડ માં તે ગરીબી રેખા નીચે હોય કે ન હોય, તેની ગરીબી દેખાઈ આવતી હતી.ચા સાથે પાન-ગુટખાનો એનો નાનકડો ગલ્લો! આખો દિવસ માંડ બે-પાંચ ગરાક આવતા! તે સિવાય સાવ ભેંકાર ભાસતો હતો! દુકાન મોકાની હતી પણ લોકડાઉનના કારણે