ગુજરાતના લોકનૃત્યો

  • 12.2k
  • 7.1k

ગુજરાતના લોકનૃત્યો: ગુજરાતમાં મોટાભાગનું જનજીવન ગામડાઓમાં વિકસ્યું અને પાંગર્યું છે. એ ગ્રામજનોના જીવનમાં સંગીતનું એક અદ્ભુત મહત્વ છે. કોઈ ભય ઉત્પન્ન થાય ત્યારે સૌને ભેગા કરવા માટે તેઓમાં ઢોલ વગાડવાની પ્રથા હતી, એ ઉપરથી એવું જણાય છે કે એમના જીવનમાં સંગીત કદાચ ભયમાંથી ઉદભવ્યું હશે!ચેતવણીઓ આપવા એમના અજીબ હોંકારા, અમુક ખાસ પ્રકારની સીસોટી એ બધું સમય જતા એમના જીવનનો એક ભાગ બની ગયા. એ ઉપરાંત આનંદ ઉત્સવમાં તેમણે આ વાદ્યોને ઉપયોગમાં લેવાનું ચાલુ કરી દીધું. ગુજરાતમાં દરેક વિસ્તારમાં અલગ અલગ પ્રજાતિના માણસો જીવે છે, એમની સાથે એમની પાંગરતી સંસ્કૃતિ પણ અલગ અલગ છે, એમના રિતી રિવાજો, જીવન શૈલી