આજે મારું મન વિરક્ત મન હતું. કોઈ પ્રત્યે કોઈ જ લાગણી કે સહાનુભૂતિ ન હતી. બસ મારી દુનિયા મેં મારા પૂરતી સીમિત બનાવી નાખી હતી. વારંવાર સંબંધ કે લાગણીના નામે મને હરાવવામાં આવી રહી હતી. જ્યારે આવા મતલબી લોકોના મતલબનો અર્થ મને ખબર પડી એટલે લાગણી વગરનું બનવાનું મન થયું. ખરેખર આજે હું એક લાગણીવિહીન બની ગઈ.. ભાવાત્મક બાબતે શૂન્યમાં ગણતરી થવા લાગી. જ્યારે લાગણીવિહીન બની ગઈ ત્યારે લોકોની લાગણી સાચી છે કે ખોટી....કે પછી આપણને બતાવવાં ઢોંગ કરે છે એ ધીરે ધીરે ખબર પડવા લાગી. લાગણીવિહીન બનવું એ પણ સહેલું નથી... એના માટે તમારામાં ભોળપણ હોવું જોઈએ.. જ્યારે