રાજકારણની રાણી - ૪૭

(59)
  • 4.5k
  • 2
  • 2.6k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૭ જનાર્દન તો સુજાતાબેનની વાત સાંભળીને આભો જ બની ગયો. તેણે કલ્પના કરી ન હતી કે સુજાતાબેનને રાજીનામું આપવાનુ કહેનાર રાષ્ટ્રીય પ્રમુખ શંકરલાલજી હશે. તે શંકરલાલને રજૂઆત કરીને સુજાતાબેનને રાજીનામું ન આપવા સમજાવવાનો હતો ત્યારે ખુદ શંકરલાલ જ એમને રાજીનામું આપવા પ્રોત્સાહન આપી રહ્યા હતા. મને તો આમાં દાળમાં કાળું લાગે છે. રાષ્ટ્રીય પ્રમુખ કોઇ ચાલ ચાલી રહ્યા હોય એવી શંકા ઉભી થાય છે. સુજાતાબેનના કારણે પક્ષને લાભ થયો છે. હવે એમની જરૂર ના હોય એમ એમને દૂધમાંની માખીની જેમ કાઢી નાખવા માગે છે. એમનો સ્વાર્થ સરી ગયો હોય એમ લાગે છે. આ રાજકારણીઓ આવા જ હોય છે. સુજાતાબેન સાવ ભોળા છે. એ ઘણા સમયથી શંકરલાલજીના અંગત સંપર્કમાં છે. એમનાથી વધારે પડતા પ્રભાવિત છે. શંકરલાલજીએ સુજાતાબેનની તકનીકથી આખા રાજ્યમાં ચૂંટણી લડવાનું ગોઠવ્યું અને એમને જ આ વળતર આપી રહ્યા છે?જનાર્દનથી