સાચી ભેટ - (ભાગ -૨)

  • 2.6k
  • 1
  • 960

'રાહી' એક NGO સાથે કામ કરતી હતી અને ગરીબ પરિવારો અને જરૂરિયાત પ્રમાણે યુવાનો અને સ્ત્રીઓની મદદ કરતી હતી, જ્યારે એને શ્વેતા વિશે સાંભળ્યું તો સામેથી જ શ્વેતાને મળવા આવી પહોંચી હતી. શ્વેતા પાસે થી બધી જ વાત સવિસ્તર જાણ્યા પછી એને સમજાયું કે શ્વેતાનું મન ખુબ મક્કમ છે એટલે એ બીજાને ખુશ રાખવાના અથાક પ્રયત્ન કરે છે, રાહી એના કામ પ્રત્યે ખુબ સંવેદનશીલ અને ઈમાનદાર હતી, એણે શ્વેતાને કહ્યું, "હું એક NGOમાં કામ કરું છું, તમે જે કામ કરો છો એ જ કામ હું ઘણા લોકોની અને સરકારની મદદથી કરુ છું, મને ખર્ચ કરવા માટે રકમ અને મદદ કરવા