અહંની સમજ – ગેરસમજ – દિવ્યેશ ત્રિવેદી

  • 4.2k
  • 1
  • 1.2k

મહાન સિકંદરના જીવનના ઘણા પ્રસંગો એવા છે, જેમાંથી એનું વિશિષ્ટ વ્યક્તિત્વ છતું થાય છે. આમ છતાં સિકંદર ભારત આવ્યો અને પોરસને હરાવ્યો એ પછીનો પ્રસંગ બહુ ચર્ચાયો છે. કેટલાક લોકો એવું પણ પ્રતિપાદિત કરી રહ્યા છે કે પોરસ હાર્યો જ નહોતો. ખેર, આપણે તો ઇતિહાસને જ માનવો રહ્યો. સિકંદરના પોરસ સાથેના એ પ્રસંગમાંથી પણ શોધવા બેસીએ તો સિકંદરના વ્યક્તિત્વનાં વિવિધ લક્ષણો છતાં થયા છે. આવું જ એક લક્ષણ એનો અહમ્ છે. આપણે જેને અહમ્ તરીકે ઓળખી છીએ એ ખરેખર તો માત્ર માનવીનું જ નહીં, દરેક પ્રાણીનું લક્ષણ છે. પોતાના અસ્તિત્વનો અહેસાસ કરવો અને કરાવવો એ જ આ