પુનઃ મિલન

(27)
  • 5k
  • 1.4k

એકલતા કોને કહેવાય તે મારાથી સારી રીતે કોણ સમજી શકે! મેં મારા માતા-પિતાનો પ્રેમ ક્યારે નથી અનુભવ્યો! એવું નથી કે તેઓ આ દુનિયામાં નથી! તેઓ હયાત છે. પણ મારાથી દૂર છે. કારણ? કારણ તો હું પણ નથી જાણતો! હું પણ મારી પચીસ વર્ષની ઉંમરમાં જયારથી સમજણો થયો છું. બસ એજ શોધવાનો પ્રયત્ન કરું છું કે આવુ કેમ? એવું પણ નથી કે હું મુસલ્ફીમાં જીવું છું. અહીં મારી મજાની લાઈફ છે. પણ એકલતા મને કોરી ખાય છે.બાળપણથી જ મમ્મીએ મને બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દીધો હતો. ના તો મેં ગામડું જોયું છે. ના મારા માતા પિતા સાથે હું ક્યારે ગામડે ગયો છું.