સત્યની જીત

(14)
  • 8.8k
  • 3
  • 2.7k

​ -સત્યની જીત- એક ગામમાં મંગલ નામનો એક સરળ અને ગરીબ છોકરો રહેતો હતો. તે દિવસભર જંગલમાં સુકા લાકડા કાપતો, અને સાંજે તેનો ભારો બાંધી બજારમાં જતો હતો. લાકડા વેચતાં તેને મળેલા પૈસામાંથી તે લોટ, મીઠું વગેરે ખરીદીને પછી ઘરે પરત ફરતો. તે તેની મહેનતથી મેળવેલા મળતરથી સંપૂર્ણ સંતુષ્ટ હતો.એક દિવસ મંગલ લાકડા કાપવા માટે જંગલમાં ગયો. તે નદીના કાંઠે ઝાડના સુકા પુટને કાપીને ઝાડ પર ચઢ્યો. ડાળી કાપતી વખતે તેની કુહાડી લાકડાની બહાર પડી અને નદીમાં પડી ગઈ. મંગળ ઝાડ પરથી નીચે આવ્યો. તેણે નદીના પાણીમાં ઘણી બધો સમય તરીને કુહાડી શોધવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ તેને તેની કુહાડી મળી ન હતી.મંગલને ઘણા બધો પ્રયત્નો કરવા છતાં તેને તેની