એક પૂનમની રાત - પ્રકરણ-3

(140)
  • 11k
  • 11
  • 8.2k

એક પૂનમની રાત પ્રકરણ-3 દેવાંશ પાપા અને સિધ્ધાર્થ અંકલની વાર્તા સાંભળીને થોડો નવાઇ પામી ગયો હતો પરંતુ એને મજા આવી ગઇ હતી એનાં રસનો વિષય હતો વળી પાપાએ સામે ચઢીને આમાં સામેલ કરેલો હતો. આમેય એને લાઇબ્રેરી જવાનું હતું એણે પાપાની ઓફીસની બાઇક સીધી લાઇબ્રેરી લીધી. એણે જોયું લાઇબ્રેરીમાં સંખ્યા વાંચનારની ઘણી ઓછી હતી જે કંઇ વાંચનારા હતાં એ આજનાં છાપામાં તાજા સમાચાર વાંચવા વાળા હતાં. એણે પોતાનો થેલો ખભે ભરાવીને લાઇબ્રેરીનાં અંદરનાં હોલ તરફ આગળ વધ્યો. અંદરનાં હોલમાં પણ સંખ્યા એકદમ ઓછી હતી. એણે જોયુ કે 3-4 જણાંજ વાંચવા બેઠાં છે એણે લાઇબ્રેરીનાં કબાટોની લાઇન જોવાં માંડી બધાની ઉપર લાગેલાં