સનત તમને ક્યારેય એવું કેમ નથી થતું કે હું સલોની માટે કંઈક ગીફ્ટ લઉં, મૂકને યાર સનત અકળાતા બોલ્યો આપણે ગમે ત્યારે શાંતિ થી બેઠા હોઈએ ત્યારે તું આ જ મુદ્દો છેડે છે, મારી આદત નથી તો નથી શું કરું? મેં તને ક્યારેય ના પાડી છે શોપિંગ કરવાની? એવું નથી સનત મને ખબર છે તને મારા માટે ખૂબ જ લાગણી છે અને હું જે વસ્તુ લઉં એમાં તુ ક્યારેય મને રોકટોક કરતો નથી પણ મને ખૂબ જ એવું થાય છે કે તું તારા હાથે - તારી ચોઈસ થી મારા માટે ગીફ્ટ લાવે અને