ટપાલિયા સંસ્મરણો

  • 2.6k
  • 928

(૧.) ઈ.સ. ૧૯૯૫માં મારો જન્મ થયો...! એ સમયે મારાં પપ્પા ગ્રંથપાલ તાલીમમાં અંબાજી ગયા હતાં. એવું મારી મમ્મી પાસેથી જાણવા મળેલું..! પપ્પાએ મારાં જન્મની વાત છેક તાલીમમાંથી આવ્યાં ત્યારે જાણી..! કેમકે એ સમયમાં હજુ ટેક્નોલોજી પૂરજોશમાં વહી ન હતી.ઘરે લેન્ડ લાઈન ટેલીફોન ખરો પણ પપ્પાના લોકેશનનો ફોન નંબર ન હતો એટલે એમને જાણ કઈ રીતે કરવી..? એટલા માટે પપ્પા જ્યારે તાલીમમાંથી આવ્યા ત્યારે એમણે મારાં જન્મ વિશે જાણ્યું..!! આમ તો હું મારા ઘરે મારાં માતાપિતાનું ત્રીજું સંતાન હતું પણ મારાં જન્મની ખુશી એટલી જ હશે જેટલી પહેલાં સંતાન સમયે થઈ હશે..!! તો માનો કેટલી ખુશી થઇ હશે એ સમયે પપ્પાને