એકાંતા

(15)
  • 4.7k
  • 1
  • 1.6k

શાળા,કોલેજની પરીક્ષાઓમાં સિલેબસ નિર્ધારિત હોય છે. પણ જીવનની પરીક્ષાઓનું કોઈ સિલેબસ નથી હોતું. જીવનની પરીક્ષાઓમાં એક વખત નપાસ થવા પછી ભાગ્યે જ કોઈ પાસ થઈ શકે. પછી કોઈ શાસ્ત્ર, કોઈ ધર્મગ્રંથ, ઉપદેશ, પ્રાર્થના, બંદગી કંઈ જ કામ નથી આવતું. જીવનનું ગણિત ઊલટું છે, અહીંના સરવાળા, બાદબાકીઓ સમજવા સરળ નથી! મારા જીવનની પીડાઓ પણ એટલી જ છે. ઘણી વખત થાય, હું અભાગણ શુક્ર ગ્રહ છું. જેનો પડોશી સૂર્ય જેવો આકરો છે. તપ સહન કરવું બધાન બસમાં નથી હોતું. જીવન ઘણી વખત ધૂમકેતુની જેમ ભટકેલું લાગે છે. જેમ ધૂમકેતુ બ્રહ્માંડમાં ભમ્યાં કરે છે તેમ હું ઘરથી કચેરી, કચેરીથી ઘર વચ્ચે ભમ્યાં કરું છું.