સ્મૃતિ અને વિસ્મૃતિના માનસિક વેપારની વાત કર્યા પછી સ્મૃતિ વધારવા અને સતેજ કરવા માટે શું કરી શકાય એનો વિચાર કરવો જોઈએ. મનોવિજ્ઞાને સ્મૃતિ-વિસ્મૃતિની વિગતે મીમાંસા કર્યા પછી આ વ્યવહારુ ઉપાયોનો સૈધ્ધાંતિક સમજ સાથે અમલ કરવાથી સ્મૃતિ ઘણા ભાગે સુધારી શકાય છે. એ યાદ રાખવા જેવું છે કે સિકંદરના જમાનામાં મનોવિજ્ઞાનનો વ્યવસ્થિત અને પ્રાયોગિક અભ્યાસ થયો નહોતો. છતાં સિકંદર જેવા અનેક સફળ પુરુષોએ પોતાની રીતે પોતાનામાં સ્મૃતિ-સુધારણાના ઉપાયોનો સફળતાપૂર્વક પ્રયોગ કર્યો હતો. એટલે મનોવિજ્ઞાને સૂચવેલા બધા જ ઉપાયો બધા જ માણસોને ઉપયોગી નીવડે છે એમ માની લેવાની જરૂર નથી. દરેક વ્યક્તિને જે પધ્ધતિ સૌથી વધુ અનુકૂળ પડે