શાળા-કોલેજમાં બધે વેકેશન હતું તેથી અમે કોઈ એક જણનાં ઘરે બધાં ભેગા થતા અને રાત્રે મોડા સુધી જાગતાં, પત્તા રમતાં તેમજ અલક-મલકની વાતો કરતાં. આ વખતે પહેલી વાર અમને અમારા કઝીન બ્રધર સમીરે જે વાત કરી, તેનાથી અમે ફફડી ગયાં હતાં. ભૂત-પ્રેત વિષે ખાલી સાંભળ્યું જ હતું. આવું કંઇ હોઇ શકે છે તેવી કલ્પના માત્રથી ડર લાગતો હતો. પરંતુ સમીરના કહેવા પ્રમાણે આવું હોય છે તે વાત હકીકત લાગતી હતી તેની સાથે તે રાતની મુલાકાતમાં જે કંઈ પણ બન્યું તે તેણે અમારી સમક્ષ રજૂ કર્યું હતું. સમીર: હું હોસ્ટેલ માં ભણતો હતો ત્યારની આ વાત છે શનિ-રવિની રજા હોય અથવા