"पल्लू के नीचे छुपा के रखा है उठा दूं तो हंगामा हो पल्लू के नीचे दबा के रखा है उठा दूं तो हंगामा हो।" વાતાવરણમાં ચારેતરફ અશ્લીલ ગીતનાં શબ્દો ગૂંજી રહ્યાં હતાં. દારૂ અને સિગારેટનાં ધુમાડાની ગંધ આખાં ફાર્મહાઉસમાં પ્રસરેલી હતી. બધાં માણસો એક જ માણસની આજુબાજુ ટોળે વળીને બેઠાં હતાં. એ માણસ "પ્રજા-કલ્યાણ પાર્ટી" નો મુખ્ય અધ્યક્ષ અને રાજ્યનો મુખ્યમંત્રી પણ હતો. એણે સફેદ ખાદીનાં કુર્તા-પાયજામા ઉપર કાળાં રંગનું જેકેટ અને મોજડી પહેરી હતી. ગળામાં સોનાની જાડી ચેઈન ઉપરાંત હાથમાં બ્રાન્ડેડ