“બાની”- એક શૂટર - 64 (અંતિમ ભાગ)

(46)
  • 3.8k
  • 5
  • 1.5k

બાની- એક શૂટર ભાગ : ૬૪(અંતિમ ભાગ)અમને ડરતાં વાતની શુરુઆત કરી."જાસ્મિનને ઈવાનનાં ડ્રાઈવર દ્વારા વિશ્વાસમાં લીધી અને બાદમાં એનું કિડનેપિંગ કરવામાં આવ્યું. તેમ જ એનો ઉતારો આ જ હવેલીમાં કરવામાં આવ્યો કારણકે આ શહેરની બહાર વેરાન જગ્યે આવેલી હતી જ્યાં કોઈને ગંધ પણ આવતી નથી કે અહીં હવેલી પણ ઉપસ્થિત હશે...!!આખો કન્ટ્રોલ લકીના હાથમાં જ હતો. ઓફિસનો મેનેજર પણ લકીનો જ માણસ હતો. લકીના મેનેજર તુષારભાઈએ જ તો લકીને આ ધંધામાં સંડોવ્યો હતો...!! ટૂંકમાં કહું તો જ્યારે લકીએ પોતાનાં ડેડનો બિઝનેસ સંભાળ્યો ત્યારે કંપની ખૂબ લોસમાં જઈ રહી હતી...!! એને ફરી ઊભી કરવા લકીને મૂડીની જરૂર હતી...!! એટલે જ એ આ કામમાં સંડોવાયો..